વાંકાનેર : આજરોજ વાંકાનેરના લુણસર સીએચસી ખાતે 108 ને એક ડીલવરી અંગેનો કોલ મળ્યો હતો. કોલ મળતા જ 108 ના પાયલોટ ચેતનસિંહ ચૌહાણ અને ઇએમટી અંકિતા પરમાર સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં રમણબેન વસાવા નામના મહિલાને ખૂબ જ પ્રસુતાની પીડા થતી હોય અને બાળકના ગળામાં નાડ વીંટળાયેલ હોય ડીલેવરી કરવી થોડી મુશ્કેલ જણાતું હતું. પરંતુ ડો. આફતાબ બાદી અને ડો. પરમાર દ્વારા પ્રસુતાની સફળતાપૂર્વક ડિલિવરી કરવામાં આવી હતી. ત્યારબાદ મહિલા અને બાળકને વાંકાનેર ખાતે ડો. ચિરાગને વધુ સારવાર માટે સોંપવામાં આવ્યા હતા.