માળિયા : માળીયા તાલુકામાં વાવાઝોડાની અસરને લીધે ઘણા સ્થળોએ નુકસાની સર્જાઈ હતી. જેમા માણાબા ગામે ભારે પવનને કારણે વૃક્ષ શિવાલય મંદિરની દીવાલ ઉપર પડ્યું હતું. જેના કારણે દીવાલ પણ ધરાશાયી થઈ હતી.