વાંકાનેર : રાજકોટ રેસકોર્ષ ખાતે વાંકાનેર પાસે આવેલ વઘાસિયા ટોલ પ્લાઝાના અધિકારીઓ દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે વ્હેલી સવારના સાડા છ વાગ્યે ફાસ્ટટેગની માહિતી માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનારાજકોટ પી.આઇ.યુંના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી. કે.જૈન, વાંકાનેર પાસે આવેલ વઘાસિયા ટોલ પ્લાઝાના અધિકારી સોયેબ ખાન,રાહુલ ગાવડે, ધરમા શેલકે , રંજન રાય,નીતિન પવાર, અઝહર ખાને હાજરી આપી અને સમગ્ર દેશમાં ૧ ડિસેમ્બરથી નેશનલ હાઇવે ટોલ પ્લાઝા પર ફાસ્ટટેગ ફરજીયાત હોય તે અંતર્ગત નાગરિકોને ફાસ્ટેગ વિશે માહિતગાર કર્યા હતા અને પેમફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. સાથે લોકોને ફાસ્ટટેગ લગાવવા માહિતગાર કર્યા હતા. તેમજ ફાસ્ટટેગના ફાયદાઓ જેવા કે ફાસ્ટટેગ દ્વારા ટોલ પ્લાઝા પર લાગતી લાંબી લાઈનોમાંથી છુટકારો મળે છે. ટોલ પ્લાઝા પરથી નીકળવા સમયનો બચાવ થઈ શકે છે. ઇંધણની બચત થાય છે. તેમજ ફાસ્ટટેગ એ નેશનલ હાઇવે પર આવેલ દરેક ટોલ પ્લાઝા પર હાજરમાં મેળવી શકાસે. આવા ફાયદાઓ જાહેર જનતાની સમક્ષ જઈ ને સમજાવવામાં આવ્યા હતા.