મોરબી : મોરબીના શકત શનાળાના અગ્રણીઓ દ્વારા શહીદના પરિવારો માટે ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો. બાદમાં આ એકત્ર થયેલા ફાળાની રૂ. 50 હજારની રકમ ચોટીલા તાલુકાના શહીદ વનરાજજી દેગામાના પરિવારને અર્પણ કરવામાં આવી હતી.