મોરબી : મોરબીના મકનસર ગામે રૂ. 15 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે તાલુકા પોલીસે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમે મકનસર ગામે પાણીના ટાકા પાસે બાવળની ઝાડીમાં છુપાવેલ વિદેશી દારૂ બોટલ નંગ 41 કિંમત રૂ. 15375 સાથે અશોકભાઈ બહાદુરભાઈ સારલા ઉ.વ. 45 ને પકડી પાડી તેની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.