ગઈકાલે વાડીમાં વાવેલ એરંડા વચ્ચેથી જમીનમાં દાટેલી યુવાનની લાશ મળી આવ્યા બાદ વાડી માલિકે હત્યાની ફરિયાદ નોંધાવી હળવદ: હળવદ તાલુકાના માથક ગામે ગઈકાલે મોડી સાંજના વાડીમા વાવેલ એરંડા વચ્ચે ખાડો ખોદી લાશ દાટી દીધેલી હોવાનું સામે આવ્યું હતું જેથી કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી અહીં લાશને દાટી દીધી હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે જેથી હાલ વાડી માલિકની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી પોલીસ દ્વારા હત્યારા શખ્સોને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હળવદ તાલુકાના માથક ગામે રહેતા ભરતભાઈ મકવાણાની સુંદરી ભવાની રોડ પર આવેલ વાડીએથી ગઈકાલે એરંડા વચ્ચે કોઈ યુવાનની દાટી દીધેલી લાશ મળી આવી હતી.જેથી બનાવને પગલે પોલીસ અને મામલતદાર ઘટનાસ્થળે દોડી ગયા હતા.પોલીસ દ્વારા તપાસ કરાતા છેલ્લા પાંચ મહિનાથી ભરતભાઈ મકવાણાની વાડીએ કામ કરતા ભુરાભાઈ ઉર્ફે ગુજારીયા ભાઈ હુનિયા ભાઈ આદિવાસી ઉંમર વર્ષ ૪૦ ની હોવાનું તપાસમાં ખુલ્યું હતું. જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં આ ખેતમજૂર યુવાનની કોઈ હત્યા કરીને લાશ અહીં દાટી દીધી હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે કે આ યુવાનની કોણે હત્યા કરી.? શા માટે હત્યા કરી? અને અહીં કેમ જમીનમાં દાટવામાં આવેલ તેમ સહિતની તપાસ હાલ પોલીસ દ્વારા ચલાવાઈ રહી છે. જ્યારે આ અંગે વાડી માલિક ભરતભાઈ મકવાણાએ આ બનાવ અંગે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, મૂળ વડોદરા બાજુના વતની મૃતક ભુદરભાઈ અને તેની પત્ની તથા તેનો ભાઈ રોહન તેમની વાડીએ છેલ્લા પાંચ મહિનાથી ખેતમજૂરી કરે છે.દરમિયાન મૃતક ભુદરભાઈ લાપતા બની ગયા બાદ તેમની ભાળ મળી ન હતી.દરમિયાન વાડી મલિક અને તેમના પત્ની લીલાબેન વાડીએ ગયા હતા ત્યારે મારા પત્ની ખેતરમાં આટો મારવા ગયા હતાં ત્યારે વાડીમાં આવેલ એરંડા વચ્ચે કુતરાઓ કંઈ ખોદી રહ્યા હોવાનું જણાતા તેઓએ મને કહેલ અને ત્યાં જોતા કોઈ માનવ જાતની લાશ હોવાનું જણાતા અમોએ તાત્કાલિક સરપંચ અને પોલીસનો સંપર્ક કર્યો હતો જેથી પોલીસ ઘટના સ્થળે દોડી આવી લાશને બહાર કાઢી ફોરેન્સિક લેબ માટે રાજકોટ મોકલી આપવાની હતી હાલ પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.તેમણે આજે આ ખેતમજૂર યુવાનની અજાણ્યા શખ્સોએ હત્યા કરીને લાશ અહીં જમીનમાં દાટી દીધાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે આડા સંબંધમાં હત્યા થઇ હોવાની ચર્ચા તાલુકાના માથક ગામેથી ગઈકાલે જમીનમાં દાટેલી લાશ મળી આવી હતી જેથી પોલીસ દ્વારા લાશને ફોરેન્સિક લેબ માટે રાજકોટ મોકલાવી હતી તો બીજી તરફ આ યુવાનની હત્યા થઇ હોવાનું સામે આવતા ગામમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે આડા સંબંધમાં યુવાનની હત્યા કરાઈ છે અને હત્યારા બીજા કોઈ નહીં પરંતુ ઘરના જ હોવાનું ચર્ચાઈ રહ્યું છે જો કે પોલીસ દ્વારા હાલ તપાસ ચલાવી રહી છે સાચી હકીકત તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે