બનાવ બાદ મૃતકની પત્ની અને કૌટુંબિક ભાઈ ગુમ થઈ જતા બન્ને શંકાના દાયરામાં મોરબી : મોરબીના ભડિયાદ ગામ પાસે મજુર યુવાનની સળગેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે.આ બનાવને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સમગ્ર બનાવ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ભડિયાદ ગામ પાસે આવેલ એકવા સીરામીક કંપનીની ઓરડીમાં આજે સવારે જસવંત નામના મજુર યુવાનની સળગાવી દીધેલી લાશ મળી આવી હતી.. આ બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાશને પીએમ અર્થે ખસેડીને સમગ્ર બનાવની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આ હત્યાના બનાવ બાદ મુતક યુવાનની પત્ની અને તેનો કૌટુંબિક ભાઈ ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયા છે.તેથી આ બને તરફ પ્રબળ શંકાઓ ઉદભવી છે.જોકે આ બનાવ ગતરાત્રે 12 -30 વાગ્યાની આસપાસ બન્યો હોવાનું પ્રાથમિક તરણ છે. મુતક યુવાન આઠેક દિવસ પહેલા જ આ કારખાનામાં મજુરી કામ માટે તેની પત્ની અને કૌટુંબિક ભાઈ સાથે આવ્યો હતો. અને ત્રણેય સાથે રહેતા હતા.ત્યારે યુવાને આપઘાત કર્યો છે કે તેની હત્યા થઈ છે તે અંગે ડી.વાય.એસ.પી.ચૌધરી,તાલુકા પોલીસ તથા એલસીબી અને એસઓજી સહિતની ટીમો વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news