નદીના વહેણની માફક પાણી ફરી વળતા શાકભાજી લેવા આવતા લોકો અને વેપારીઓની કફોડી હાલત મોરબી : મોરબીમાં માત્ર બે ઈંચ વરસાદમાં પણ શહેરના હાર્દ સમાન મુખ્ય શાક માર્કેટ અને આજુબાજુના વિસ્તારોમાં જળબંબાકાર જેવી વિકટ સ્થિતિ સર્જાઈ છે. મુખ્ય શાક માર્કેટ અને આજુબાજુના વિસ્તારોમાં પાણી-પાણી થઈ જતા નદીના વહેણની માફક પાણી ફરી વળતા શાકભાજી લેવા આવતા લોકો અને વેપારીઓની ગંદા પાણીને કારણે કફોડી હાલતમાં મુકાયા છે. મોરબીમાં બુધવારે મોડી સાંજે લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની તોફાની ઇનિંગથી લોકોના હૈયા હરખથી નાચી ઉઠ્યા હતા. બીજી તરફ તંત્રના પાપે વરસાદી પાણીના નિકાલના અભાવથી માત્ર બે ઈંચ જેવા વરસાદમાં પણ ઠેરઠેર ભારે પાણી ભરાવવાની સમસ્યાની વણજોઈતી ઉપાધિ આવી પડી છે. તેમાંય મુખ્ય શાક માર્કેટ અને આજુબાજુના વિસ્તારોમાં નદીના વહેણની માફક પાણી ફરી વળ્યાં હતા. મુખ્ય શાક માર્કેટ અને આજુબાજુના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. શાક માકેટમાં ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ જવાથી વરસાદી પાણીનો નિકાલ બંધ છે. આથી વરસાદી પાણી નિકલવાને બદલે પાછું ઠેલાઈને ગટરના પાણી સાથે ત્યાં જ ઉભરાઈ છે. પરિણામે આ વિસ્તારોની હાલત નાજુક થઈ ગઈ છે. જો કે શાક માર્કેટ અને આજુબાજુના વિસ્તારમાં સામાન્ય વરસાદ પડે તો પણ હાલત ગંભીર થઈ જાય છે. તેવામાં ગઈકાલે વધુ વરસાદ પડતાં આ વિસ્તારો જળમગ્ન બની ગયા હતા. ગટરની સમસ્યાથી વર્ષોથી પ્રભાવિત રહેલા શાક માર્કેટ અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાથી શાકભાજી લેવા આવતા લોકોને ભારે હાલાકી પડી છે અને શાકભાજી સાથે ગંદકી ફ્રીમાં લઈ જવી પડે તેવી નોબત આવી છે. તેમજ પાણી ભરાવવાથી અહીંના વેપારીઓના વેપાર ધંધા પર માઠી અસર સર્જાઈ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..