મોરબી: આજરોજ 15/10/2025 ને, બુધવારના રોજ ધી વી.સી. ટેક્નિકલ હાઇસ્કુલ, મોરબી ખાતે વય નિવૃત્ત થતા ત્રણ કર્મચારીઓનો વિદાય સન્માન સમારંભ યોજાયો હતો. 31/10/2025 ના રોજ વય નિવૃત્ત થતા શિક્ષકો એચ. એમ. વાઘેલા અને કે. બી. કુંડારિયા, તેમજ નિવૃત્ત થઈ ગયેલા સેવક બી. પી. દેવડાનું શાળા પરિવારે સન્માન કર્યું હતું.શાળા પરિવાર તરફથી વિદાયમાન શિક્ષકોને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે શિક્ષક સંઘ વતી પ્રમુખ અને મહામંત્રી દ્વારા તેમની પ્રશંસનીય સેવા બદલ પ્રશસ્તિપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. સર્વે ઉપસ્થિતોએ વિદાયમાન કર્મચારીઓના ભાવિ જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી.આ સમારંભમાં વી.સી. હાઇસ્કુલના આચાર્ય ડૉ. બી. એ. વાઘેલા, મોરબી જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ એમ. એચ. દેથરીયા અને મહામંત્રી એચ. જી. બોડા, તેમજ શાળા પરિવારના તમામ શિક્ષકો અને નોન-ટીચિંગ સ્ટાફ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિરેનભાઈ નથવાણીએ કર્યું હતું અને અંતમાં આભારવિધિ શાળાના શિક્ષક ડી. એ. ખંડેકા દ્વારા કરવામાં આવી હતી.