મોરબી : મોરબીના વિરાટનગર (રંગપર) ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરાના દિવસે કુળદેવી બુટભવાની મંદિરે સમસ્ત વડસોલા પરિવારનો સાતમો પંચકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે વડસોલા પરિવારનું સ્નેહમિલન તેમજ તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ પણ યોજાયો હતો. આ પંચકુંડી યજ્ઞમાં વડસોલા પરિવારના દંપતિ યજમાન બન્યા હતા અને શાસ્ત્રી યતિનભાઈ દવે દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગત વર્ષે ધો.10 અને 12 તેમજ સ્નાતક, અનુસ્નાતક કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિરાટનગર ગામમાં વસતા વડસોલા પરિવારના યુવા ભાઈઓ બહેનોએ જહેમત ઉઠાવી હતી.