રૂપિયા બે લાખના વ્યાજ સહીત 2.70 લાખ ચૂકવવા છતાં જાનથી પતાવી દેવા ધમકી મોરબી : મોરબીના રવાપરમા રહેતા યુવાને રૂપિયા બે લાખના વ્યાજ સહીત 2.70 લાખ ચૂકવવા છતાં વ્યાજખોરે વધુ રકમ વસૂલવા યુવાનના ઘરે જઈ છરી બતાવી જાનથી મારી નાખવા ધમકી આપતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર ખાતે રાધેક્રિષ્ના બી એપાર્ટમેન્ટમાં રહેતા ભાવીનભાઇ હરેશભાઇ ઠોરીયાએ ખાખરાળાં ગામના અમીતભાઇ વસંતભાઇ ડાંગર નામના શખ્સ પાસેથી રૂપિયા બે લાખ વ્યાજે લીધા હતા અને વ્યાજ સહીત રૂપિયા 2.70 લાખ ચૂકવી આપ્યા હતા. આમ છતાં વ્યાજખોર અમીતભાઇ વસંતભાઇ ડાંગરે વધુ પૈસા પડાવવાના હેતુથી બળજબરી પુર્વક પઠાણી ઉઘરાણી કરી ભાવિનભાઈના ઘરે જઇ છરી દેખાડી જાનથી મારી નાખવા ધમકી આપતા આરોપી અમિત વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આઇપીસી કલમ 387,384, 504, 506(2) અને ગુજરાત નાણાની ધીરધાર કરનારઓ બાબતનો અધીનિયમ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.