મૃતક યુવાન ભવ્ય (ભીખાલાલ) ના 20 દિવસ પેહલા જ લગ્ન થયા હતા, નીલેશના બે માસૂમ સંતાનો નોધારો બન્યામોરબી: જેતપર-રાપર રોડ પર કાર તળાવમાં ખાબકતા સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં મહેન્દ્રનગરના બે આશાસ્પદ યુવાનોના મોત નિપજ્યા છે. આ અકસ્માત માત્ર બે જીવ જ નથી ભરખી ગયો, પરંતુ બે હસતા-રમતા પરિવારોનો માળો વિંખી નાખ્યો છે. એક યુવાનના તો હજુ ૨૦ દિવસ પહેલા જ લગ્ન થયા હતા, જ્યારે બીજા યુવાને બે માસૂમ બાળકોને નોંધારા મૂક્યા છે. સૌથી મોટી કરુણતા એ છે કે, બંને યુવાનો પોતપોતાના માતા-પિતાના એકના એક જ દીકરા હતા.૨૦ દિવસ પહેલા જ જેના હાથ પીળા થયા હતા તેવા ભવ્યના મૃત્યુથી ભારે આક્રંદઅકસ્માતમાં જીવ ગુમાવનાર ભીખાલાલ તલસાણીયાને ગામમાં સૌ 'ભવ્ય' ના હુલામણા નામથી ઓળખતા હતા. ભવ્ય જ્યારે સાવ નાનો હતો ત્યારે જ તેના પિતાનું અવસાન થતાં તેની માતાએ તેને એકલા હાથે ઉછેરીને મોટો કર્યો હતો. તે માતાનો એકનો એક સહારો હતો અને એક્સપોર્ટ કંપનીમાં નોકરી કરીને ઘરનું ગુજરાન ચલાવતો હતો. હજુ તો માંડ ૨૦ દિવસ પહેલા જ તેના લગ્ન થયા હતા અને ઘરમાં ખુશીનો માહોલ હતો, ત્યાં જ કાળમુખા અકસ્માતે નવપરિણીત પત્નીનો સિંદૂર ભૂંસી નાખ્યો છે. પિતાવિહોણા પુત્રને ગુમાવનાર માતા પર આભ ફાટી પડ્યું છે.બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી: ખેડૂત પુત્ર અને વેપારી નીલેશની અકાળે વિદાયથી ભારે અરેરાટીજ્યારે બીજો મૃતક યુવાન નિલેશ કાનાણી મૂળ કેરાળા ગામનો વતની અને ખેડૂત પુત્ર હતો. વર્ષોથી તેઓ મહેન્દ્રનગર રહેતા હતા. નિલેશભાઈ 'નકલંક પેઇન્ટ્સ' નામની દુકાન ચલાવી પરિવારનું ભરણપોષણ કરતા હતા. નિલેશ પણ તેના માતા-પિતાનો એકનો એક જ દીકરો હતો. આ ગોઝારી ઘટનામાં નિલેશે જીવ ગુમાવતા તેની ૬ વર્ષની દીકરી અને ૩ વર્ષના દીકરાએ પિતાનો વહાલ ગુમાવ્યો છે. હસતો રમતો પરિવાર એક જ ક્ષણમાં વિખેરાઈ ગયો છે.મિત્રની ફેક્ટરીએ જવા નીકળ્યા અને કાળ ભેટ્યોપ્રાપ્ત વિગતો અનુસાર, આ બંને યુવાનો આજે રવિવાર હોવાથી મહેન્દ્રનગરથી રાપર પાસે આવેલી મિત્રની એક ફેક્ટરીએ મિત્રને મળવા જઈ રહ્યા હતા. કોને ખબર હતી કે ખુશી-ખુશી મિત્રોને મળવા જઈ રહેલા આ યુવાનોની આ અંતિમ સફર બની રહેશે અને મોતના મુખમાં ધકેલાઈ જશે.તરતા આવડતું હતું, પણ કારના દરવાજા જ ન ખુલ્યા!અકસ્માતનો ભોગ બનનાર બંને યુવાનો પાણીમાં તરતાનું જાણતા હતા. પરંતુ રોડ પરથી કારે કાબુ ગુમાવ્યા બાદ તે સીધી તળાવમાં ખાબકી હતી અને અંદર રહેલા કાદવમાં ખરાબ રીતે ખૂંપી ગઈ હતી. કાદવ અને પાણીના દબાણને કારણે કારના દરવાજા ખુલી શક્યા ન હતા. તરતા આવડતું હોવા છતાં કારની બહાર ન નીકળી શકવાના કારણે બંને યુવાનો સાથે ગમખ્વાર ઘટના સર્જાઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.ગામમાં ઘેરા શોકની લાગણીઆ આઘાતજનક ઘટના અંગે મહેન્દ્રનગર ગામના આગેવાન જીગ્નેશ કૈલાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ બંને યુવાનો ગામમાં અત્યંત સજ્જન, જાગૃત અને મિલનસાર સ્વભાવ તરીકેની ઓળખ ધરાવતા હતા. આશાસ્પદ અને મળતાવડા યુવાનોના આ રીતે અચાનક જતા રહેવાથી આખા મહેન્દ્રનગર ગામમાં ભારે શોક અને ગમગીની છવાઈ ગઈ છે.#Morbi #MorbiUpdate #Accident #Mahendranagar #JetparRaparRoad #TragicNews #GujaratNews #MorbiNews #SadNews