મોરબી : મૂળ ગાળા ગામના વતની અને હાલ ઉમા ટાઉનશિપમાં રહેતા ઉધરેજા પરિવારે પોતાની દીકરીના પ્રથમ જન્મદિવસે વડીલ વંદના કરી સગાસ્નેહીઓ સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી.હાલમાં પશ્ચિમી સંસ્કૃતિ મુજબ કેક કાપી અને કેન્ડલ સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આપણી સભ્ય સંસ્કૃતિને ઉજાગર કરવા મોહનભાઇ પ્રેમજીભાઈ ઉધરેજાના સુપુત્ર હર્ષદભાઈ અને તેમની પત્ની સાધનાબેને પોતાની દીકરી દિત્યાના જન્મદિવસની પ્રેરણાદાયક ઉજવણી કરી હતી. સગા સ્નેહીઓને ગાળા ગામે બહુચરાજી માતાજી મંદિરે આમંત્રિત કરી દીપ પ્રાગટ્ય કરીને પોતાના માતા-પિતા અને 95 વર્ષના પોતાના દાદીમાની જય જય જન્મદાતા...ના સંગીત સાથે આરતી ઉતારીને જન્મદિવસની વિશિષ્ટ અને ખૂબ જ અનોખી ઉજવણી કરી હતી.