વિદ્યાર્થીએ અસલ ડોકયુમેન્ટ પરત માંગતા ટ્રસ્ટી અને તેના પુત્રએ માર મારીને ધમકી આપી હોવાની ફરિયાદથી પોલીસે કાર્યવાહી હાથ ધરી વાંકાનેર : રાજકોટમાં જામનગર રોડ પર આવેલી વી.એ. ડાંગર હોમિયોપેથી કોલેજના ટ્રસ્ટી અને તેના પુત્રએ પોતાના અસલ ડોકયુમેન્ટ પાછા માંગનારા છેલ્લા સેમેસ્ટરના વાંકાનેરના વિદ્યાર્થીને ઢીકા-પાટુનો માર મારી, ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપતાં રાજકોટ પોલીસે પિતા-પુત્ર પર ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ ગાંધીગ્રામ પોલીસે વાંકાનેરના કુંભારપરામાં રામદેવપીરના મંદિર પાસે રહેતાં અને જામનગર રોડ પર આવેલી વી.એ. ડાંગર કોલેજમાં અભ્યાસ કરતાં શિવકુમાર રાજેશકુમાર મેર(ઉ.વ.૨૧) નામના વિદ્યાર્થીની ફરિયાદ લઈ ડાંગર કોલેજના ટ્રસ્ટી જનકભાઇ મહેતા અને તેના પુત્ર આત્મન સામે આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શિવકુમારે એફઆઇઆરમાં જણાવ્યું છે કે તેઓ વી.એ. ડાંગર કોલેજમાં અભ્યાસ કરે છે. હોમિયોપેથીના છેલ્લા સેમેસ્ટરનું ફોર્મ ભરવા માટે બુધવારે સવારે 11 વાગ્યે તેઓએ ફોર્મ ભરી દીધું હતું. તેમના અસલ ડોકયુમેન્ટ કોલેજમાં જમા હોઈ પાછા મેળવવા બાબતે અગાઉ પ્રિન્સીપાલ સાથે વાત કરી હતી પરંતુ તેઓએ તેમને ટ્રસ્ટી જનકભાઈ પાસે ડોક્યુમેન્ટ લેવા મોકલ્યા હતા. પરંતુ જનકભાઈએ તોછડાઈ ભર્યુ વર્તન કરી, માર માર્યો હતો અને બાદમાં તેમના પુત્ર આત્મને પણ મારી, ઓફિસની બહાર કાઢી મુક્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બાબતની તેઓએ ઘેર વાત કરતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પોલીસમાં એફ.આઈ.આર. નોંધાવી હતી, જેથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડાંગર કોલેજ અગાઉ પણ બોગસ માર્કશીટ માટે ચર્ચામાં આવી હતી અને મસમોટું કૌભાંડ થયેલ બાદ ભીનું સંકેલાઈ ગયું હતું. ત્યારે કોલેજના ટ્રસ્ટીઓ દ્વારા વિદ્યાર્થી સાથે આવું તોછડાઈ ભર્યુ વર્તન કર્યું હતું અને મારકુટ પણ કરી હતી. હાલ આ બનાવ રાજકોટ અને વાંકાનેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne