સર્વિસ રોડ ઉપરની ગટર અને ડિવાઈડર કુદાવી કન્ટેનર ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો, જાનહાની ટળી મોરબી : મોરબી -વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ત્રાજપર ચોકડી નજીક ગતરાત્રીના એક કન્ટેનર ટ્રક ચાલક બેકાબુ બનીને સર્વિસ રોડની ગટર તેમજ ડિવાઈડર કુદાવી શોપિંગ સેન્ટરમાં ઘુસી જતા લોકોના ટોળેટોળા એકત્રિત થઇ ગયા હતા જો કે, સદ્ભાગ્યે રાત્રિનો સમય હોય લોકોની અવર જવર ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે રાત્રીના સમયે મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ત્રાજપર ચોકડી નજીક એક બેકાબુ ટ્રક કન્ટેનર ચાલક સર્વિસ રોડના ડિવાઈડર અને ગટર કુદાવી નજીકમાં આવેલ પાશ્વનાથ કોમ્પ્લેક્સ-2 નામના શોપિંગ સેન્ટરમાં ઘુસી જતા અફડા તફડી મચી ગઈ હતી. જો કે, રાત્રિનો સમય હોય લોકોની અવર જવર ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી.