મોરબીના ત્રાજપર ખારી જવાના રસ્તા પાસે આવેલ નાલા પાસેની ઘટના મોરબી : મોરબીના ત્રાજપર ખારી જવાના રસ્તે ટ્રક ચાલકે ભેંસ દોરીને જઈ રહેલા ગોવાળ અને ભેંસને હડફેટે લેતા પાડીનું મોત નીપજ્યું હતું. જયારે ગોવાળને ઈજાઓ પહોંચતા ટ્રકચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ ત્રાજપર ખારી નજીક પોતાની ભેંસ લઈને જયેશભાઈ દેવાભાઈ ગોલતર હોન્ડા મોટર સાયકલ દોરીને જઈ રહ્યા હતા ત્યારે ટ્ર્ક નંબર GJ-18-AT-9069ના ચાલકે ગફલત ભરી રીતે બેફિકરાઈથી મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ટ્રક ચલાવી જયેશભાઇ તથા મોટર સાયકલને તથા ભેસો (પાડી)ને હડફેટે લઈ ફરીયાદીને સામાન્ય ઇજા તથા ભેસ (પાડી)ને ઈજા પહોચાડી, જેમા ભેસ (પાડી) એકનુ મોત નીપજાવતા ટ્રકચાલક વિરુદ્ધ પોલીસે આઇ.પી.સી કલામ ૨૭૯,૩૩૭, ૪૨૯ એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪, મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..