આ અકસ્માતમાં સદભાગ્યે જાનહાની ટળી મોરબી : મોરબીના રફાળેશ્વર નજીક નેશનલ હાઇવે ઉપર આજે આગળ જતાં એક ટ્રક પાછળ બીજો ટ્રક ધડાકાભેર ઘુસી ગયો હતો. આ અકસ્માતમાં બન્ને વાહનોને નુકસાન થયું હતું. પણ સદભાગ્યે આ અકસ્માતમાં જાનહાની થઈ ન હતી. આ અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નજીક નેશનલ હાઈવે ઉઓર રફાળેશ્વર ગામ પાસે ખોડીયાર મતાજીના મંદિર પાસે દરિયાલાલ હોટલની સામે એક કન્ટેનર ટ્રક પસાર થઈ રહ્યો હતો. ત્યારે પાછળથી આવતા બીજા ટ્રકના ચાલકે કોઈ કારણોસર ટ્રક ઉપરથી કાબુ ગુમાવતા આ ટ્રક આગળ જઈ રહેલા કન્ટેનર ટ્રક પાછળ ધડાકાભેર અથડાયો હતો. આ અકસ્માતમાં બન્ને વાહનોને વધતા ઓછા પ્રમાણમાં નુકશાન થયું હતું. પણ સદનસીબે કોઈને જાનહાની ન થયા અહેવાલ મળ્યા છે.