વાંકાનેર તાલુકાના સતાપર ગામની સીમમાં બનેલો બનાવ વાંકાનેર : વાંકાનેર તાલુકાના સતાપર ગામની સીમમાં પાડોશીને ત્યાં પઠાણી ઉઘરાણી કરવા આવેલા શખ્સો મોટર સાયકલમાં તોડફોડ કરતા હોય આધેડ અટકાવતા નિર્દોષ આધેડને ત્રિપુટીએ લમધારી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સતાપર ગામે વાડી ધરાવતા સવસીભાઇ કલાભાઇ ધરજીયા પોતાની વાડીએ હતા ત્યારે પાડોશમાં આવેલ મનસુખભાઇ કેશાભાઇની વાડીએ મોરબી ત્રાજપર ખાતે રહેતા આરોપી રવીભાઇ હેમતભાઇ કોળી, સુનીલભાઇ નારણભાઇ કોળી અને રાધવભાઇ ગોરધનભાઇ કોળી ધસી આવ્યા હતા. વધુમાં ત્રણેય આરોપીઓ ને મનસુખભાઇ પાસેથી રૂપિયા લેવાના હોય ઉઘરાણી કરી મોટરસાયકલમાં તોડ ફોડ કરતા સવસીભાઈએ તોડફોડ ન કરવા કહેતા ત્રણેય આરોપીઓએ છુટા પથ્થરના ઘા કરી ફરિયાદી સવસીભાઈને ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આ ઘટનામાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર પોલીસે આઇ.પી.સી.કલમ- ૩૨૩,૩૩૭,૪૨૭,૫૦૪,૫૦૬(ર),૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી મોરબી ત્રાજપરની ત્રિપુટીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..