મોરબી : મોરબીમાં પંદરેક દિવસ પહેલા ટ્રાન્સપોર્ટરનું એફઝેડ મોટર સાયકલ ચોરી જનાર તસ્કરને પોલીસે ઝડપી લીધો છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મહેંદ્રસિંહજી રોડ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા યુનુસ ગુલામરસુલ ખાનનું 40 હજારની કિંમતનું એફઝેડ મોટર સાયકલ ગત તા.22 ઓગસ્ટના રોજ ચોરાયું હતું જે ગુન્હાના કામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી હાજી અકબરભાઈ માણેક, ઉવ.૨૧ રહે. વાસીનુર નગર સામખીયાળી તાલુકો ભચ્ચાઉ જી. કચ્છ મુળ રહે. વિસીપરા મોરબી વાળાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..