મોરબી : મોરબી તાલુકા પોલીસે ટીંબડી નજીક આવેલ પાટીદાર ઉમા ટાઉનશીપ પાસેથી ટ્રાન્સપોર્ટરને વ્હિસ્કીની ચાર બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે ટીંબડી નજીક આવેલ પાટીદાર ઉમા ટાઉનશીપ પાસેથી ટ્રાન્સપોર્ટના ધંધાર્થી રામકુમાર જગમાલ બાજીયા, રહે.બ્લોક નં.૩૬ ગણેશનગર ટીંબડી ગામ પાટીદાર ટાઉનશીપ પાછળ વાળાને પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની રોયલ સ્ટેગ રિસર્વ વિસ્કી વ્હીસ્કીની બોટલ નંગ-4 કિં.રૂ.1200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.