મોરબી નેશનલ હાઇવે ઉપર માટીના ઢગલા કરતા હેવી વાહનો સામે પગલાં લેવામાં ઉણી ઉતરતી હાઇવે ઓથોરિટી મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર વચ્ચોવચ માટીના ઢગલા ખડકી દેવાની હેવી વાહન ચાલકોની મનમાની યથાવત રહી છે. નેશનલ હાઇવે ઉપર માટીના ઢગલા કરતા હેવી વાહનો સામે પગલાં લેવા હાઇવે ઓથોરિટી ઉણી ઉતરી હોય એમ હેવી વાહનો બેફામ બનીને હાઇવે ઉપર માટીના ઢગલા ખડકી રહ્યા છે. છતાંય કોઈ પગલાં ન ભરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મોરબી શહેર આસપાસના 8 એ નેશનલ હાઇવે ઉપર છેલ્લા ઘણા સમયથી માટી કે અન્ય રો-મટીરીયલની હેરફેર કરતા હેવી વાહનો જાણે બોડી બામણીનું ખેતર હોય એમ હાઇવે ઉપર માટીના ઢગલા ખડકી રહ્યા છે. ઘણી જગ્યાએ રોજબરોજ અનેક હેવી વાહનો માટીનો ઢગલો ખડકી દઈને વાહન વ્યવહાર સામે અવરોધ ઉભો કરતા હોવા છતાં જવાબદાર તંત્ર ક્યાંકને ક્યાંક કાર્યવાહી કરવામાં નિષફળ ગયું હોવાનો લોકો બળાપો ઠાલવી રહ્યા છે. કારણ કે, હેવી વાહનો હજુ બેફામ બનીને હાઇવે પર માટીના ઢગલા ખડકી રહ્યા છે. જેમાં તાજેતરમાં 8 એ નેશનલ હાઇવે કુબેર ચાર રસ્તા ઓવરબ્રિજ ઉપર તેમજ નેશનલ હાઇવે ટીમ્બડી પાસે અને નેશનલ હાઇવે પીપળી રોડ ઉપર હેવી વાહનોએ માટીના ઢગલા કરી દીધા છે. આ માટીના ઢગલા અડધો રોડ રોકી દેતા હોવાથી ત્યાંથી અવરજવર કરવું મુશ્કેલ બને છે અને રાત્રીના સમયે આ માટીના ઢગલાથી અકસ્માત સર્જાઈ છે. તેથી આ બાબતને ગંભીર ગણી જવાબદાર તંત્ર યોગ્ય કર્યાવહી કરે તેવી માંગ ઉઠી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..