ડીડીઓ, પ્રમુખ અને સભ્યોની ઉપસ્થિતિમાં પંચાયત કચેરીના એક ગેટથી નીકળી બીજા ગેટ સુધી યાત્રા સીમિત રહીમોરબી અપડેટ: મોરબી જિલ્લા પંચાયત દ્વારા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ તિરંગા યાત્રા બીજે ક્યાંય જવાને બદલે જિલ્લા પંચાયત કચેરીમાં જ માત્ર એક જ રાઉન્ડ મારીને સમાપ્ત કરી દેવામાં આવી હતી.આ યાત્રા કચેરીના એક ગેટથી નીકળીને રોડ પર થઈને બીજા ગેટ સુધી જ સીમિત રહી હતી. આ ટૂંકી યાત્રામાં જિલ્લા વિકાસ અધિકારી (DDO), પંચાયત પ્રમુખ સહિતના તમામ ચેરમેનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતની આ તિરંગા યાત્રા માત્રને માત્ર જાણે ફોટો સેશન માટે અને કહેવા પૂરતી જ યોજવામાં આવી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. #Morbi #MorbiUpdate #TirangaYatra #ZillaPanchayat #IndependenceDay #MorbiNews #GujaratNews