પાટીદાર સમાજને વ્યાજખોરો, ગુંડાઓ, ભુમાફિયાઓ કે રોમિયોના વિષચક્રમાંથી બહાર લાવવા માટે ચર્ચા થશેમોરબી : મોરબીમાં પાટીદાર સમાજને વિવિધ વિષચક્રમાંથી બહાર લઈ આવવાના ભાગરૂપે રચાયેલા પાટીદાર યુવા સેવા સંઘની ત્રીજી બેઠક આગામી તા.21મીએ ઘુંટુ ખાતે યોજાનાર છે. જેમાં અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવશે.મોરબીમાં પાટીદાર સમાજ સાથે થઈ રહેલા અન્યાયની સામે અવાજ ઉઠાવવા પાટીદાર યુવા સેવા સંઘની રચના કરવામાં આવી છે. અગાઉ આ સંગઠનના નેજા હેઠળ એકસાથે મોટી સંખ્યામાં યુવાનોએ ગન લાયસન્સ માટે અરજી કરી હતી. સંગઠન દ્વારા અગાઉ બે જેટલી બેઠકો પણ યોજવામાં આવી હતી. જેમાં બીજી બેઠક શનાળામાં આવેલ પટેલ સમાજવાડી ખાતે મળી હતી. ઓનલાઈન ગેમિંગ બંધ, ધૂમબાઇક ચાલકો સામે કાર્યવાહી, પાટીદારો સામેની ફરિયાદમાં યોગ્ય તપાસ, પટેલ કન્યા છાત્રાલય અને અન્ય કોલેજો બહાર સઘન પોલીસ પેટ્રોલિંગ તેમજ રવાપર રોડ-એસપી રોડ ઉપર લુખ્ખાઓના અડ્ડા બંધ કરાવા સહિતની માંગ કરવામાં આવી હતી. હવે સંગઠનની ત્રીજી બેઠક તા.21ને શુક્રવારે રાત્રે 9 કલાકે હરિહરનગર ચોક, ખોડિયાર માતાજીના મંદિરની બાજુમાં, ઘુંટુ ખાતે યોજાનાર છે. અગ્રણીઓએ જણાવ્યું છે કે પાટીદાર સમાજને વ્યાજખોરો, લુખ્ખાઓ, ગુંડાઓ, ભુમાફિયાઓ કે રોમિયોના વિષચક્રમાંથી બહાર લાવવા માટે મનોમંથન રૂપી મીટીંગોની ભવ્ય સફળતા બાદ વધુ એક મિટિંગ યોજાઈ રહી છે ત્યારે તેમાં સહપરિવાર પાટીદાર પરિવારો પધારે તેવી અપીલ છે.ગત 28 ડીસેમ્બરે યોજાયેલી સંગઠનની બીજી બેઠકની વિગતોmorbiupdate.com/2024/12/29/patidars-of-morbi-district-lost-rs-5000-crore-in-usury-in-last-10-years-manoj-panara