19 વર્ષ પૂર્વે બાળકોએ ગણપતિ સ્થાપના કરી હતી, જે બાદ દર વર્ષે ભવ્યાતી ભવ્ય આયોજન થાય છે : અહીં પ્રાચીન ગુફા, ઓપરેશન સિંદૂર અને અગ્નિ મિસાઈલનું મોડલ લોકો દૂર- દૂરથી આવે છેમોરબી : મોરબી શહેરમાં નાના-મોટા હજારો ગણેશોત્સવના આયોજન થાય છે જેમાં 19 વર્ષ પહેલા રવાપર રોડ ઉપર બાળ ગોઠિયાઓએ પટેલ ગ્રુપના નામથી શરૂ કરેલ ગણેશોત્સવ આ વર્ષે 20માં વર્ષમાં પ્રવેશતા રામેશ્વર ફાર્મ ખાતે ઓપરેશન સિંદૂર અને પ્રાચીન ગુફાઓની થીમ સાથે વિઘ્નહર્તાને બિરાજિત કરવામાં આવતા આ ગણેશોત્સવે લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. પટેલ ગ્રુપ આયોજિત આ ગણેશોત્સવમાં અગ્નિ મિસાઈલનું મોડેલ પણ મુકવામાં આવ્યું છે.મોરબીના રામેશ્વર ફાર્મ ખાતે પટેલ ગ્રુપ દ્વારા ગણેશોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરાયું છે. આયોજક કહે છે કે, 19 વર્ષ પહેલા અમે 15 થી 20 વર્ષની ઉંમરના દસથી પંદર લોકોએ સાથે મળી રવાપર રોડ ઉપર આવેલ લીલા લહેરની બાજુના મેદાનમાં ચારેક ફૂટની ગણેશજીની મૂર્તિ સાથે ગણેશોત્સવની શરૂઆત કરી હતી. બાદમાં રામોજી ફાર્મ ખાતે અને હાલમાં રામેશ્વર ફાર્મ ખાતે અમે ગણેશોત્સવનું આયોજન કરીએ છીએ. પટેલ ગ્રુપમાં હાલમાં 15 થી 40 વર્ષની વયના 40 જેટલા મેમ્બરો સક્રિય રીતે ગણેશોત્સવ માટે કામગીરી કરતા હોવાનું તેમને જણાવ્યું હતું.વધુમાં પટેલ ગ્રુપ ગણેશોત્સવના આયોજક કે, આ વર્ષે રાજ્યભરમાં ઓપરેશન સિંદૂરની થીમ તેમજ દેશ ભક્તિની થીમ ઉપર ગણેશોત્સવ યોજવા સરકારે પણ અપીલ કરી છે ત્યારે અમારા ગણેશોત્સવ પંડાલમાં ઓપરેશન સિંદૂર થીમ ઉપર અદભુત માહોલ ઉભો કરવાં આવ્યો છે. અહીં પ્રવેશ દ્વારા અગ્નિ મિસાઈલની લોખંડની પ્રતિકૃતિ પણ મુકવામાં આવી હોવાનું તેમને જણાવ્યું હતું.બહાર ઓપરેશન સિંદૂર અંદર ગુફાની થીમપટેલ ગ્રુપ આયોજિત ગણેશોત્સવમાં આ વર્ષે 14 ફૂટની ઉંચાઈના ગણેશ મહારાજને બિરાજિત કરવામાં આવ્યા છે. ગણેશોત્સવના પંડાલમાં બહારની સાઈડ ઓપરેશન સિંદૂરની થીમ અને અંદરની બાજુએ મહાભારત સમયની પ્રાચીન ગુફાઓની થીમ ઉપર સજાવટ કરવામાં આવી છે જેથી આજની પેઢી ધાર્મિક ઉત્સવમાં આપણા ભવ્ય ઇતિહાસને પણ જાણી માણી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું,હાલમાં અહીં દરરોજ દસેક હજાર લોકો દર્શનનો લાભ લઈ રહ્યા છે.બાળકો માટે પક્ષીઘર,ગીનીપીગમોરબીમાં યોજાતા ગણેશોત્સવમાં અવનવા આયોજન થયા છે જેમાં પટેલ ગ્રુપ આયોજિત ગણેશોત્સવમાં દર્શને આવતા ભાવિકો માટે ત્રણ-ત્રણ મહાઆરતી કરવામાં આવી રહી છે જેમાં સાંજે 7 વાગ્યે, રાત્રે 8 વાગ્યે અને રાત્રે 9 વાગ્યે એમ ત્રણ આરતી કરવામાં આવે છે જેથી વધુને વધુ ભાવિકો ભાગ લઇ શકે છે. સાથે જ અહીં આવતા બાળકો માટે પક્ષીઘર, ગીનીપીગ અને સસલા પણ રાખવામાં આવ્યા હોવાથી બાળકોને પણ મજા આવે છે.