પિતા-પુત્રની જોડીએ દુકાનની પાછળ બાકોરું પાડી કરી હતી ચોરી: તમામ સોના-ચાંદીના દાગીના રિકવર કરાયા મોરબી અપડેટ: મોરબી શહેરમાં સરદાર રોડ પર આવેલી એક જ્વેલર્સની દુકાનમાં થોડા દિવસો પહેલા થયેલી લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલવામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ ગુનામાં પિતા-પુત્રની જોડીને ઝડપી પાડી તેમની પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે.મળતી માહિતી મુજબ, ગત તારીખ 05/09/2026 ની રાત્રે સરદાર રોડ પર આવેલ 'રાધા કૃષ્ણ જ્વેલર્સ' નામની દુકાનની પાછળની દીવાલમાં બાકોરું પાડીને કોઈ અજાણ્યા શખ્સોએ સોના અને ચાંદીના દાગીના (કુલ કિંમત રૂ. 17,24,000/-) ની ચોરી કરી હતી.પોલીસે આશરે 250 જેટલા કેમેરા અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, મોરબી વાવડી રોડ પર શ્રીજી પાર્કમાં રહેતા કરીમભાઇ હાસમભાઇ માણેક અને તેના પુત્ર મુસ્તાકભાઇ કરીમભાઇ માણેક (બંને મૂળ રહે. નવી નવલખી, તા. માળીયા-મી) એ આ ચોરીને અંજામ આપ્યો છે. પોલીસે તેમના રહેણાંક મકાનના ભોંયતળિયે આવેલા પાણીના ટાંકામાં છુપાવેલા તમામ સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા.કબજે કરેલ મુદ્દામાલની વિગત:(1)સોનાના નાકના દાણા તથા સોનાના પેન્ડલ વજન-24.05 ગ્રામ ३. 2,74,000/-(2)ચાંદીના દાગીના કુલ વજન 6 કિ. 250 ગ્રામ કિ.રૂ.12,50,000/-(3)ચાંદીનો જુનો ભંગાર 1 કિલો 696 ગ્રામ રૂ.2,00,000/- સોના/ચાંદીના દાગીના કુલ કિ.રૂ.17,24,000/-(4) સ્પલેન્ડર મોટર સાયકલ GJ-36-AM-7998 કિ.રૂ.50,000/-આમ પોલીસે રૂ. 17,24,000/- ના દાગીના અને 50 હજારનું બાઈક મળીને કુલ રૂ. 17,74,000/- નો મુદ્દામાલ કબજે કરી બંને પિતા-પુત્રની ધરપકડ કરી છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર વાય.બી. જાડેજા, પોલીસ સબ-ઇન્સ્પેકટર જે.સી. ગોહિલ અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.#MorbiUpdate #MorbiNews #MorbiPolice #CrimeBranch #JewelleryTheft #CrimeNews #Morbi