હળવદ પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધીહળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ પ્રસિદ્ધ મહાકાળી આશ્રમમાં મહાકાળી માતાજીના મંદિરમાંથી અજાણ્યા તસ્કરો ત્રણ કિલોગ્રામ વજનના બે છતરની ચોરી કરી જતા હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી - હળવદ રોડ ઉપર આવેલ ચરાડવા ગામ ખાતે આવેલ પ્રસિદ્ધ મહાકાળી આશ્રમમાં મહાકાળી માતાજીના મંદિરમાંથી અજાણ્યા તસ્કરો ચાંદીનું બે કિલોગ્રામ વજનનું એક તેમજ એક કિલોગ્રામ વજનનું એક છતર ચોરી કરી લઈ જતા કુલ ત્રણ કિલોગ્રામ વજનના ચાંદીની 75 હજારની ચોરી થવા મામલે મોરબી ખાતે રહેતા રાજદીપસિંહ લક્ષ્મણસિંહ ઝાલાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.