મોરબી : જિલ્લાના મહત્વના એવા નવલખી બંદર પર કોલસાના પરિવહનને કારણે પર્યાવરણને થતા ભયંકર નુકસાનને જોતા અગાઉ પણ કોલસાના પરિવહ પર નિયંત્રણ મુકવામાં આવ્યું હતું જે અમુક શરતોને આધીન પાછું શરૂ કરવામાં આવતા સ્થાનિક ખેડૂતો સહિત પર્યાવર્ણવાદીઓમાં ફરી વિરોધનો સુર ઉઠી રહ્યો છે. મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ પ્રેમજીભાઈ ચિખલીયાએ મુખ્યમંત્રી સહિત સંબંધિત વિભાગોને આ અંગે રજુઆત કરતા જણાવ્યું છે કે નવલખી બંદર પર થતા કોલસાના આવાગમનને કારણે વાતાવરણમાં કોલસાની ભુક્કી સતત ઊડતી રહે છે. આ વિસ્તારની થોડી ઘણી બચેલી ફળદ્રુપ જમીન પણ કોલસીને કારણે બિનઉપજાવ થઈ રહી છે. ટ્રકોમાં કોઈ પણ જાતની તકેદારી રાખ્યા વગર કોલસીનું પરિવહન થઈ રહ્યું છે. જ્યારે રેલવે વેગનોમાં પણ છેક વેગનની ઉપર સુધી કોલસી ભરવામાં આવે છે જે પરિવહન દરમ્યાન પવનને કારણે સતત ઊડતી રહે છે. રેલવે ટ્રેકની આજુબાજુના ખેતરોમાં આ કોલસી પથરાતી રહેતી હોવાના કારણે ખેડૂતોએ મહામહેનતે બનાવેલી ઉપજાવ જમીન બિનફળદ્રુપ બનતી જાય છે. સહુથી મોટુ ભયસ્થાન સ્વાસ્થ્યને લઈને ઉભું થઈ રહ્યું છે. સ્થાનિકોમાં શ્વાસની બીમારી અને ટીબી સહિતના રોગો અંગે જો આરોગ્ય તંત્ર દ્વારા સર્વે કરાવવામાં આવે તો આ પ્રદૂષણની ભયાવહક્તાનો તંત્રને ખ્યાલ આવે કે કેટલી હદે કોલસાનો આ કાળો કારોબાર અમૂલ્ય માનવ જિંદગીને પણ હાનિ પહોંચાડી રહ્યો છે. કોલસાના મસ મોટા ઢગલાઓમાંથી સતત ધુમાડો નીકળતો હોવાથી વાતાવરણને કદી ન પુરી શકાય એવું નુકશાન થઈ રહ્યું છે.આ સમસ્યાનું સમાધાન ન થાય એવું નથી. પણ એ માટે દરેક જવાબદાર સરકારી તંત્રમાં નિષ્ઠાનો અભાવ જોવા મળી રહ્યો છે અને આ અભાવ સ્થાપિતહિતો દ્વારા હોય એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ટ્રકોમાં ઓવરલોડ કોલસી ભરીને એને યોગ્ય રીતે કવર કરવામાં આવતી નથી. આ માટે સ્થાનિક વાહન વ્યવહાર વિભાગ આંખ આડા કાન કરી રહ્યું છે. રેલવેમાં ભરાતી કોલસી પણ કવર નથી થતી કે નથી એના પર પાણીનો છંટકાવ કરવામાં આવતો. આથી આ કોલસી પુરા પરિવહન દરમ્યાન ઊડતી જ રહે છે. આમ પ્રદુષણ બોર્ડ અને રેલ્વે ડિપાર્ટમેન્ટ પણ આ અંગે જવાબદાર છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટ તેમજ મેરિટાઇમ બોર્ડ પણ ક્યાંકને ક્યાંક આમાં સંકળાયેલું છે. ત્યારે જવાબદાર દરેક તંત્રે આ અંગે સયુંકત કામગીરી કરી અમૂલ્ય માનવ જીવન બચાવવા, જમીનની ફળદ્રુપત્તા જાળવવા અને ખેડૂતોના હિતના રક્ષણ માટે ત્વરિત કામગીરી કરવી જરૂરી છે એમ મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરકુમાર ચિખલીયાએ મુખ્યમંત્રીને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું છે. આ ઉપરાંત પર્યાવરણ મંત્રીનો સ્વતંત્ર હવાલો ધરાવતા જયદ્રથસિંહ પરમાર, રાજ્ય કક્ષાના વાહન વ્યવહાર મંત્રી ઇશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ, વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ, મોરબી કલેકટર, નવલખી બંદર અધિકારી, ગુજરાત મેરિટાઇમ બોર્ડ અને પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીને કરેલી આ રજુઆતમાં હવે કયો સરકારી વિભાગ સહુથી પહેલા આ અંગે પગલાં ભરે છે તે જોવું રહ્યું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne