મોરબી : મોરબી જીલ્લામાં આગામી તા.૧૮થી તા.રર મે દરમિયાન સૂકું, ગરમ અને અંશત: થી મધ્યમ વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે.આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૪૧-૪૨ ડીગ્રી સેલ્સીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૨૪-૨૫ ડીગ્રી સેલ્સીયસ જેટલું રહેવાની સંભાવના છે.આ સમયગાળા દરમ્યાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૩૫-૭૬ અને ૧૪-૨૫ ટકા રહેશે. પવનની દિશા વાયવ્ય અને પશ્ચિમની રહેવાની અને પવનની ઝડપ સ થી ૨૭ કીમી/કલાક રહેવાની શક્યતા છે. તેમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જણાવાયુ છે. આ સાથે તકેદારીના શુ પગલાં લેવા તે પણ જાહેર કરવામાં આવ્યું છે.લોકોએ શુ ધ્યાન રાખવું ?આકરા તાપમાં બપોરના સમયે બહાર નીકળવું નહિ. પુષ્કળ પાણી પીવું. વસ્સી, છાશ, લીંબુ સરબત,મોસંબી તથા અન્ય ફળના જ્યુસ પીવું, હલકા સુતરાઉ કપડા પહેરવા અને માથા પર સફેદ ટોપી પહેરવી.પશુઓ માટે શું ધ્યાન રાખવું ?પશુઓને બપોરના સમયે વૃક્ષોના છાયામાં અથવા શેડમાં રાખવા. તાપમાન વધારે રહેવાના કારણે પશુઓને દિવસના સમયે છાયડામાં રાખવા અને મિનરલ મિક્ષ્યર યુક્ત પીવાના સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવી. દુધાળા પશુઓને ઉનાળામાં ઠંડક આપવા પાણીનો છંટકાવ કરવો. ખોરાકમાં લીલા ચારનું પ્રમાણ વધારવું.ખેતી માટે શુ ધ્યાન રાખવું ?શાકભાજી અને બાગાયતી પાકોને શણના કંતાનથી અથવા જુવાર-બાજરી જેવા પાકોની કડબની આડશ કરવી. ઉનાળુ પાકો તેમજ શાકભાજી પાકોને જરૂરિયાત મુજબ પિયત આપવું. શિયાળુ પાકની કાપણી પછી ઊંડી ખેડ કરવી અને જમીનને સૂર્યના તાપમાં તપવા દેવી જેથી જીવાતીના ઈંડા અને કોશેટાનો તેમજ રોગકારક ફુગ અને જીવાણુંનો નાશ થાય.