ચેતન ફેફરે ગુજરાતી ફિલ્મના ગીતમાં આપ્યો પોતાનો અવાજમોરબી : રુદ્ર મોશન ફિલ્મ્સ દ્વારા એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ કનુ ભાઇ ધ ગ્રેટ 15 ડિસેમ્બર 2023ના રોજ ગુજરાતભરમાં રિલિઝ થઈ રહી છે. આ ફિલ્મનું ટાઈટલ સોંગ ટેલીફોન રીંગ વાગી રે મોરબીના સિંગર ચેતન ફેફરે ગાયું છે અને મોરબીનું નામ રોશન કર્યું છે.ઈર્ષાદ દલાલના નિર્દેશકમાં બનેલી આ ફિલ્મનું એક ખૂબજ મહત્ત્વનું ટાઇટલ સોંગ ‘ ટેલિફોન રિંગ વાગી રે ‘ જે તાજેતરમાં જ રિલિઝ થયું છે. પનોરમા મ્યુઝિક ગુજરાતીની યુટ્યૂબ ચેનલ પર ધૂમ મચાવી રહ્યું છે. આ ગીત મોરબીના યુવા સિંગર ચેતન ફેફર એ ગાયું છે અને ટીનુ અરોરા આ ગીતના કમ્પોઝર છે. ચેતન ફેફરે 2015થી મહેનત કરીને આ ગીતમાં પોતાનો અવાજ આપીને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં એક સુવર્ણ કદમ રાખ્યો છે.