મોરબી : મોરબીના બેલા (આમરણ) ગામે સગર્ભાને પ્રસુતિની પીડા ઉપડતાં મોરબીની 108ની ટીમ સગર્ભાને એમ્બ્યુલન્સમાં લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં વધુ દુઃખાવો ઉપડતા 108ની ટીમે એમ્બ્યુલન્સમાં જ સગર્ભાની સફળ ડિલીવરી કરી હતી. મળતી માહિતી પ્રમાણે ગઈકાલે 31 જાન્યુઆરીના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ બેલા (આમરણ) ગામે આદિવાસી બહેન સુરતીબેનને પ્રસુતિની પીડા ઉપડતાં 108ને ફોન કરવામાં આવ્યો હતો. મોરબીના આમરણ લોકેશનથી ઈએમટી નીતેશભાઈ ભીમાણી, પાયલોટ ભાવેશભાઈ ગોસાઈ બેલા (આમરણ) ગામે જવા રવાના થયા હતા. અને ત્યાંથી સગર્ભાને 108માં મોરબી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં પ્રસુતિની પીડા વધી જતાં એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલીવરી કરવામાં આવી હતી. હાલ માતા અને બાળકને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે અને બન્નેની તબિયત હાલ સ્થિર છે.