ટંકારા : ટંકારા તાલુકા પંથકમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે ટંકારાની ડેમી નદીમાં નવા નીરની આવક થઈ છે અને હાલ ટંકારાની ડેમી નદી બે કાંઠે વહી રહી છે. આજે સવારે નદીમાં ત્રણ ગાય તણાઈ હોવાના પણ અહેવાલ સામે આવ્યા હતા.હાલ અમરાપર ટોળ રોડ માટે ટંકારા બેઠા પુલ ઉપર પણ પાણી જતા પુલ ઉપર વાહન વ્યવહાર ખોરવાયો છે લ. ગત વર્ષે જ આ પુલ માટે મતદાર રકમની ગ્રાન્ટ ધારાસભ્ય દ્વારા પાસ કરવામાં આવી હતી. જોકે તેમ છતાં આ સમસ્યા યથાવત હોવાનું સામે આવ્યું છે.