મોરબી : મોરબી જિલ્લાના તલાટી કમ મંત્રીઓ પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાળ ઉપર છે. જેનાં અનુસંધાને તિરંગા યાત્રાનુ આયોજન જડેશ્વર મહાદેવ તા. વાકાનેર ખાતે તારીખ 12ને શુક્રવારનાં રોજ સવારના 10-00 વાગ્યે કરવામાં આવેલ છે. આ યાત્રા દરમિયાન પ્લાસ્ટિકનો કચરો વીણીને સ્વચ્છતા અભિયાન પણ ચલાવવાનું છે. જેમાં દરેક તલાટી કમ મંત્રીઓને હાજર રહેવા યુનિયનની યાદીમાં જણાવાયું છે.