36 અરજીઓ ક્ષતિના કારણે રિજેક્ટ : 325 અરજી પેન્ડિંગ મોરબી : RTE એકટ હેઠળ મોરબી જિલ્લામાં બે દિવસમાં 1127 અરજીઓ મળી છે. જેમાં 738 અરજીઓ માન્ય રહી છે. જ્યારે 36 અરજીઓ ક્ષતિના કારણે રિજેક્ટ થઈ છે. 325 અરજીઓ પેન્ડિંગ રહી છે. RTE એકટ-2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2021-22માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ-1 માં પ્રવેશ માટે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 % મુજબ વિનામૂલ્યે ધોરણ-1 માં પ્રવેશ આપવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવા થયો છે. આ પ્રક્રિયા 11 એપ્રિલ સુંધી ચાલવાની છે. પ્રવેશ પાત્રતા માટે વાલીની વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં રૂ.૧,૫૦,૦૦૦/-તથા ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧,૨૦,૦૦૦/-ની મર્યાદા જાહેર કરેલ છે. પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીઓએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઈ પ્રવેશ આપવામાં આવશે. મોરબી જિલ્લામાં RTE એકટ હેઠળ 2 દિવસમાં તંત્રને 1127 અરજીઓ મળી છે. જેમાં 738 અરજીઓ માન્ય રહી છે. જ્યારે 36 અરજીઓ ક્ષતિના કારણે રિજેક્ટ થઈ છે. 325 અરજીઓ પેન્ડિંગ રાખવામાં આવી છે.