મોરબી : મોરબીમાં લાયન્સ ક્લબ દ્વારા નવનિયુક્ત હોદેદારોનો શપથગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં મોરબીમાં દશા શ્રીમાળી વણિક વાડી ખાતે લાયન્સ ક્લબ ઓફ મોરબી-નજરબાગ દ્વારા શપથગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રમુખ તરીકે ડો. પ્રેયસ પંડ્યા, મંત્રી તરીકે દિનેશભાઈ વિડજા અને ખજાનચી તરીકે જયદીપભાઇ બારા એ શપથ લીધા હતા. તેમજ લિયો ક્લબ ઓફ મોરબી-નજરબાગના પ્રમુખ તરીકે ભૂમિત દફ્તરી, સેક્રેટરી તરીકે કરણ મઢવી અને ટ્રેઝરર તરીકે અભિષેક મણિયારની નિમણૂક કરવામાં આવી હતી. આ તકે ચીફ ગેસ્ટ તરીકે ઈન્ડીયન મેડીકલ એસોસિએશનના મોરબીના પ્રમુખ ડો. વિજય ગઢીયા તેમજ લાયન્સ ક્લબના સભ્યો હિરલબા જાડેજા, એસ. કે. ગર્ગ, ચંદ્રકાંત દફ્તરી ઉપસ્થિત રહ્યા હતા. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..