કચેરીઓમાં રેકર્ડ વર્ગીકરણ, ભંગાર અને ઈ-વેસ્ટ નિકાલ સહિતની કામગીરી કરાશે: શ્રેષ્ઠ કામગીરી કરનાર કચેરીને અપાશે પ્રમાણપત્રમોરબી અપડેટ : ભારત સરકાર દ્વારા વર્ષ 2026 માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં સ્વચ્છતા માટેના જનઆંદોલનને વેગ આપવા 17 સપ્ટેમ્બર 2026 થી 2 ઓક્ટોબર 2026 સુધી ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.આ અભિયાન અંતર્ગત ‘સ્વચ્છતા એ સેવા, સ્વચ્છ ભારત, વિકસિત ભારત’ ની ભાવના સાથે મોરબી જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં સ્વચ્છતા સંબંધિત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવશે. કચેરીઓમાં સ્વચ્છતા જાળવવા ઉપરાંત રેકર્ડનું વર્ગીકરણ, પડતર તથા નકામા સામાનનો નિકાલ, ભૌતિક ફાઇલો અને બિનઉપયોગી વસ્તુઓ દૂર કરવી, જૂની ગાડીઓ રદબાતલ કરવાની કામગીરી તેમજ ઈ-વેસ્ટના યોગ્ય નિકાલ જેવી ઝુંબેશ સઘન રીતે ચલાવવામાં આવશે.આ અભિયાનના સુચારુ અમલીકરણ માટે કચેરીઓના નોડલ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો, ફોટોગ્રાફ્સ, ડિજિટલાઇઝેશન તથા ઈ-વેસ્ટ અને નકામા સામાનના નિકાલ સહિતની માહિતી એકત્રિત કરવામાં આવશે. અભિયાન અંતર્ગત કરવામાં આવેલી કામગીરીના મૂલ્યાંકન માટે નકામા સામાનના નિકાલને 20 ટકા, રેકર્ડ વર્ગીકરણને 30 ટકા તથા ભંગાર અને ઈ-વેસ્ટના નિકાલ તેમજ કચેરી સંકુલની સ્વચ્છતાને 50 ટકા ગુણભાર આપવામાં આવશે. આ મૂલ્યાંકનમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કચેરીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #MorbiNews #SwachhataHiSeva #SwachhBharat #GovernmentOffices #CleanIndia #MorbiAdministration