જાણો.. સુકન્યા સમૃદ્ધિ યોજનાની વિશેષતાઓ અને જરૂરી ડોક્યુમેન્ટ્સની વિગતો મોરબી : સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ-રાજકોટ ડીવીઝનના વડા એમ. કે. પરમારની સુચના અનુસાર આવતીકાલ તા. 22ના રોજ સવારના 9થી સાંજે 5 વાગ્યા સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં મોરબીની મુખ્ય પોસ્ટ ઑફિસ પર સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત 0થી 10 વર્ષ સુધીની ઉંમરની કન્યાઓના ખાતા સ્થળ પર જ ખોલવામાં આવશે. આ કેમ્પ લાભાર્થીઓને તમામ માહિતી આપવામાં આવશે. જેનો લાભ લેવા માટે મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસના જનસંપર્ક અધિકારી જે. આર. રાવલ દ્વારા યાદીમાં અનુરોધ કરવામાં આવેલ છે. સુકન્યા સમૃદ્ધિ યોજનાની વિશેષતાઓ : 1. વાલી/આશ્રયદાતા દ્વારા 10 વર્ષ સુધીની દિકરીઓ (વધુમાં વધુ બે દિકરીઓ)ના ખાતા ખોલાવી શકાય છે. 2. આકર્ષક વ્યાજદર 3. ઓછામાં ઓછા રૂપિયા ૨૫૦થી ખાતું ખોલાવી શકાય છે. 4. એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા રૂપિયા 1000 અને વધુમાં રૂપિયા 1,50,000 વાર્ષિક જમા કરાવવા જરૂરી છે. 5. 18 વર્ષની ઉંમર પછી, લગ્ન થયા પછી ખાતું બંધ કરવાની સુવિધા સુકન્યા ખાતુ ખોલાવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ : 1. દિકરીનો જન્મ તારીખનો દાખલો 2. માતા/પિતાના બે પાસપોર્ટ સાઇઝના ફોટા. 3. માતા/પિતાનું આધાર કાર્ડ. (અથવા ઓળખ અને રહેઠાણનો પુરાવો.) 4. ફોર્મ ભરીને જરૂરી ડોકયુમેન્ટ સાથે રૂ. 250થી નજીકની પોસ્ટ ઓફીસમાં તુરંત ખાતુ ખોલાવી શકાય છે.