મોરબી : મોરબીમાં સામુહિક આપઘાત કરનાર પતિ-પત્ની અને પુત્રની આવતીકાલે બુધવારે એકસાથે અંતિમયાત્રા નીકળશે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.ઉલ્લેખનીય છે કે મૃતક હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર (ઉ.વ. 57) સ્વ.દેવચંદભાઈ મોહનલાલ કાનાબારના પુત્ર થાય છે. તેમજ સ્વ.વનેચંદભાઈ ગંગારામભાઈ સોમૈયાના જમાઈ થાય છે. તેમની સાથે વર્ષાબેન હરેશભાઈ કાનાબાર (ઉ.વ. 53) તેમજ હર્ષ હરેશભાઈ કાનાબાર ( ઉ.વ.19)નું પણ નિધન થયું છે. ત્રણેય સદગતની સ્મશાનયાત્રા તા.7ને બુધવારે સવારે 7 કલાકે પંકજભાઈ દેવચંદભાઈ કાનાબારના નિવાસ્થાન યદુનંદન 9, સ્વામિનારાયણ મંદિરની સામેની શેરી, નવા બસ સ્ટેન્ડ સામેથી નીકળશે અને લીલાપર રોડ સ્મશાને જશે.