હલવદની જય ભીમ કેરિયર એકેડેમીના વિદ્યાર્થીઓનું મોરબી પોલીસવડા ડો. કરણરાજ વાઘેલાના હસ્તે ટ્રોફી અર્પણ કરાઈ હળવદ : જય ભીમ કેરિયર એકેડેમી દ્વારા મોરબી જિલ્લાના પોલીસ વડા ડા.કરણરાજ વાઘેલાની ખાસ ઉપસ્થિતિ વચ્ચે સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત સરકાર દ્વારા લેવાયેલી જુદીજુદી પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અર્પણ કરાઈ હતી. હળવદ શહેરમાં નિઃશુલ્ક ચાલતા જય ભીમ કેરિયર એકેડેમીના વિદ્યાર્થીઓ રાજય સરકારની જુદી-જુદી પરીક્ષાઓ માટે તૈયારી કરે છે. જેમાં સારા માર્ક સાથે સરકારી નોકરી મેળવેલ વિદ્યાર્થીઓનું સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં મોરબી જિલ્લાના પોલીસવડા ડો. કરણરાજ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ડો. બાબા સાહેબ આંબેડકરની તસવીર અને ટ્રોફી આપી વિશેષ સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાસંગીક ઉદ્બોધન કરતા એસ. પી. ડો. કરણરાજ વાઘેલાએ વિદ્યાર્થીઓને શિક્ષણ અને હેલ્થ વિશે માહિતી આપી હતી. તો સાથે જ વિદ્યાર્થીઓને મોટીવેશનલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક્લાસીસ પરિવાર વતી પંકજભાઈ શ્રીમાળી, પ્રગતિબેન શ્રીમાળી, જયેશભાઈ પરમાર, રમીલાબેન પરમાર દ્વારા એસ.પી. ડો. કરણરાજ વાઘેલાને બાબા સાહેબનો ફોટો ભેટ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવામાં જય ભીમ કેરિયર એકેડેમીના વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.