ટંકારા : ટંકારાની ઓ. આર. ભાલોડિયા મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ અઘેરીના છોડ ઉપર સફળતાપૂર્વક સંશોધન કરેલ છે. આ કોલેજમાં ટી.વાય. બી.એસ.સી.માં માઇક્રો બાયોલોજીમાં અભ્યાસ કરતી સિનોજીયા મિન્ટુ, સુરાણી રિદ્ધિ, જેઠલોજા પાયલ, મેથાણીયા અંકિતા, કગથરા રાધિકા તથા ગામી સંતોષએ ટંકારા ગ્રામ્ય વિસ્તારમાં ઘાસ તરીકે ઉગી નીકળતા અઘેરીના છોડ પર સંશોધન કરેલ છે. આ રિસર્ચ પ્રોજેક્ટમાં વિદ્યાર્થિનીઓએ અઘેરિના છોડની એન્ટી માઈક્રોબિયલ હોવાનું સાબિત કરેલ છે. આ રિસર્ચ પ્રોજેક્ટમાં વિદ્યાર્થિનીઓએ અઘેરી છોડના મીથેનોલિક ક્લોરોફોર્મ અને ઈથરનો અર્ક બનાવી જૂથ બેક્ટેરિયા અને ફૂગ ઉપર તેની અસર તપાસીએ હતી. આ સંશોધનમાં એવું સાબિત થયેલ કે અઘેરીનો છોડ બેક્ટેરિયા અને ફૂગનાશક તરીકે કામ કરે છે. આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થિનીઓએ એકેડેમિકના ભાગરૂપ વિશેષ સમય આપી સંશોધન કરેલ છે. સંશોધનમાં પ્રિન્સિપાલ અતુલભાઇ માકાસણા દ્વારા માર્ગદર્શન અપાયેલ છે. આ સંશોધનને ટ્રસ્ટના ઉપપ્રમુખ પંચાણભાઈ ભૂત, હીરાભાઈ, મંત્રી ધનજીભાઈ ઝાલરીયા, ટ્રસ્ટી ડાયાભાઈ બારૈયા, કેમ્પસ ડાયરેક્ટર ગોપાલભાઈ રતનપરાએ બિરદાવીને અભિનંદન આપેલ છે.