હળવદઃ વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સાથે અન્ય જરૂરી જ્ઞાન અને માહિતીની સમજ પણ આવે તે માટે હળવદના મહર્ષિ ગુરુકુલના વિદ્યાર્થીઓને માર્કેટિંગ યાર્ડની કાર્યપદ્ધતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહર્ષિ ગુરુકુલ- હળવદમાં અભ્યાસ કરતા ધોરણ 12 વાણિજ્ય પ્રવાહના વિદ્યાર્થીઓને બજાર સમિતિના સંચલાન અને ખેડૂતના માલ વેચાણની કાર્યપદ્ધતિ અંગે માર્ગદર્શન અપાયું હતું. વિદ્યાર્થીઓને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતના માલ વેચાણની પ્રકિયા સાથે સાથે બજાર સમિતિની રચના, બંધારણ અને સંચાલન અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.. વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સારી પ્રશ્નોતરી કરવામાં આવી.. સાથે જ તમામ વિદ્યાર્થીઓને વર્તમાનની માંગ મુજબ ડિજિટલ બનવા અને e-Nam એપ્લિકેશન પોતાના વાલીના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી એ બાબતે માહિતગાર કરવા અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટના લાભો જણાવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.