મોરબી : શાળામાં વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ મળે તે માટે મોરબીની માધાપરવાડી શાળા દ્વારા વિવિધ ઈત્તર પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે માધાપરવાડી શાળાની વિદ્યાર્થિનીઓને કામધેનું ફન રિસોર્ટની મુલાકાત કરાવવામાં આવી હતી.મોરબીની માધાપરવાડીની વિદ્યાર્થિનીઓએ કામધેનુ ફન રિસોર્ટનો પ્રવાસનો લાભ લીધો હતો. જેમાં વિવિધ રાઈડ, હીંચકા, લપસણી, ચકરડી વગેરેમાં બેસીને ખુબજ મોજ મજા અને આનંદ માણ્યો હતો. આ પ્રવાસને સફળ બનાવવા અરવિંદભાઈ કૈલા, નિકિતાબેન કૈલા, ગીતાબેન અંદિપરા, અલકાબેન કોરવાડિયા, હિનાબેન ચાવડા, નિમિષાબેન ચાવડા વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન વ્યવસ્થાપન પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ સભાળ્યું હતું.