શિયાળાના પ્રારંભે જ ભર ચોમાસા જેવો માહોલ : સાંજે દે ધનાધન વરસાદ જામ્યોમોરબી : મોરબીમાં આજે સાંજે માવઠાનું જોર વધ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. આમ તો શિયાળાનો પ્રારંભ થઈ ગયો છે. તેમ છતાં ભર ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. આજે સાંજે ધોધમાર વરસાદને કારણે શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે.સમગ્ર રાજ્યમાં છેલ્લા બેથી ત્રણ દિવસથી માવઠાનો કહેર વર્તાઇ રહ્યો છે. તેવામાં આજે મોરબીનો રાઉન્ડ શરૂ થયો છે. આજે બપોરના સમયે માત્ર ઝાપટા પડ્યા હતા. પરંતુ ત્યાર બાદ સાંજના સમયે તો ધોધમાર વરસાદ વરસતા ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે. જાણે ચોમાસામાં મેઘરાજા વરસતા હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ આ માવઠાને કારણે ખેડૂતોને મોટું નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.