મોરબી : મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીમાંના શિષ્યા રત્નેશ્વરી દેવીના વ્યાસપીઠ સ્થાનેથી સુરેન્દ્રનગર જિલ્લાના ખેરડાઇ ગામમાં યોજાનાર રામદેવ રામાયણ કથા મોકૂફ રાખવામાં આવેલ છે. આ કથા આગામી તા. 21થી શરુ થવાની હતી પરંતુ કોરોના વાઇરસના પગલે કથા મોકૂફ રાખેલ છે. જેની જાહેર જનતાએ નોંધ લેવા મહંત ભાવેશ્વરીમાંએ અપીલ કરી છે.