ઉદ્યોગોના ઉત્પાદન અને પ્રોસેસિંગ યુનિટ આજે સાંજના ૭:૦૦ વાગ્યાથી ખુલ્લા રાખી શકાશે મોરબી : બીપરજોય વાવાઝોડાની અસર હવે પૂર્ણ થવા તરફ હોય મોરબી જિલ્લા કલેકટરે ખાસ જાહેરનામું બહાર પાડી જિલ્લાના તમામ ઉદ્યોગોના ઉત્પાદન અને પ્રોસેસિંગ યુનિટ બંધ રાખવાનો આદેશ પાછો ખેંચ્યો છે. જાહેરનામમાં જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા દ્વારા જણાવવામાં આવ્યું છે કે વાવઝોડાની અસરને પગલે અગાઉ જાહેરનામાથી તા.૧૨/૦૬/૨૦૨૩ થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી કેટલોક પ્રતિબંધ મુકવામાં આવેલ હતા. ભારત સરકારના હવામાન કેન્દ્ર, અમદાવાદના તા.૧૬/૦૬/૨૦૨૩ ના ૮:૦૦ ક્લાકે પ્રસિદ્ધ થયેલ વેધર ફોર કાસ્ટ બુલેટિન મુજબ બુલેટિન ચક્રવાત આજના તા.૧૬/૦૬/૨૦૨૩ના ૧૪:૩૦ કલાકે સૌરાષ્ટ્ર અને કચ્છ થી ઉતર-પૂર્વ તરફ ધોળાવીરાથી ૨૦ કિ.મી. પશ્વિમે અને ભુજથી ઉતર ઉતરપૂર્વ ૮૦ કિ.મી. ખાતે કેન્દ્રીત છે. આ ચક્રવાત લગભગ ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી અને ટુંક સમયમાં ડીપ ડીપ્રેશનમાં તબદીલ થવાની સંભાવના હોય, જેથી હું જી.ટી.પંડયા, આઇ.એ.એસ., જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી, મોરબી જિલ્લા, ફોજદારી કાર્યરીતી અધિનયમ- ૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ)ના કાયદાની કલમ-૧૪૪ હેઠળ મને મળેલ સત્તાની રૂઇએ સંદર્ભ તળેના જાહેરનામાથી મુકવામાં આવેલ પ્રતિબંધો આજ રોજ તા.૧૬/૦૬/૨૦૨૩ના કલાક ૧૯:૦૦ની દૂર કરવા ફરમાવું છું. આ મામલે સિરામિક એઓ. દ્વારા જણાવવામાં આવ્યું છે કે બિપરજોય વાવાઝોડાના કારણે ઉઘોગ ઉપર લગાવેલ તમામ પ્રતિબંધ આજે સાંજના ૭:૦૦ વાગ્યાથી ઉઠાવી લેવામા આવે છે, જેથી હવે દરેક પોતાની ફેક્ટરી ચાલુ કરી શકશે તેમજ લોડીંગ અન લોડીંગ પણ ચાલુ કરી શકાશે.