નગરપાલિકા તંત્રને ગટરની કુંડી ખુલ્લી રાખવાની બેદરકારી ભારે પડી મોરબી : મોરબી ઠેરઠેર આવેલી ખુલ્લી ગટરની કુંડીમાં લોકો તો ખાબકે જ છે.પણ આજે નગરપાલિકા તંત્રને ખુદની બેદરકારી ભારે પડી હતી. જેમાં શનાળા રોડ ઉપર સરદાર બાગ પાસે આવેલી ખુલ્લી ગટરની કુંડીમાં નગરપાલિકાનો ભૂગર્ભ ગટર માટેનો ટાંકો ફસાઈ ગયો હતો. બીજા માટે મુસીબત નોતરતું તંત્ર આજે ખુદ જ મુસીબતમાં ફસાઈ જતા પસ્તાળ પડી હતી. મોરબી શહેરમાં ગટરની સમસ્યાનો વર્ષોથી ગંભીર પ્રશ્ન છે તેમાંય ઘણી જગ્યાએ ખુલ્લી ગટરની કુંડીઓ મોતના કુવા સમાન જોખમી બની રહી છે. અમુક જગ્યાએ ગટરની કુંડીમાં ઢાંકણા જ નથી.તેમજ ઘણી જગ્યાએ ગટરની કુંડીમાં ઢાંકણા તૂટી ગયા છે. આવી ખુલ્લી ગટરની કુંડીમાં લોકો અને પશુઓ અવારનવાર પડે છે. આમ છતાં જાડી ચામડીના તંત્રનું પેટનું પાણી હલતું નથી.પણ આ જોખમી બેદરકારી આજે ખુદ તંત્રને ગળે પડી હતી. જેમાં શનાળા રોડ ઉપર સરદાર બાગ પાસે આવેલી ખુલ્લી ગટરની કુંડીમાં નગરપાલિકાનો ભૂગર્ભ ગટર સાફ કરવા માટેનો ટાંકો બરાબર ફસાયો હતો. જો કે અહીં પાણી હોવાથી નીચે ખાડો હોય તેની ખબર ન રહેતી હોવાથી વાહનો તેમાં પડે છે.આજે તંત્રને એનો પરચો મળી ગયો હતો.પરંતુ તંત્ર હજુ પણ નહીં સુધરે તો ખુદને વધુ ભારે પડશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..