ટંકારા : ટંકારાના યુવકે યંગ ઇન્ડિયા ગૃપના આપવાના આનંદ કાર્યક્રમમાંથી પ્રેરણા લઈ ગરીબોને મીઠાઈ, ફાટકડાનું વિતરણ કરી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. ટંકારાના લક્ષ્મીનારાયણ મંદિર પાસે રહેતા ભાટીયા પરીવારમા 28 - 10- 2006 ના રોજ જન્મેલા ભાર્ગવ રશેષભાઈ આશરે પોતાના જન્મ દિવસ નિમેતે યંગ ઇન્ડિયા ગ્રુપના આપવાના આનંદ કાર્યક્રમમાંથી પ્રેરણા લઈ ગરીબ અને જરૂરીયાતમંદ બાળકોને મીઠાઇ અને ફટાકડાનું વિતરણ કરવાનો નિર્ણય કરી ભાર્ગવએ પપ્પા રશેષભાઈ તેમજ પરીવારના વડીલ દાદા બાલકૃષ્ણ ભાઈ, દાદી પ્રવિણાબેન, માતા જીજ્ઞાબેનના આશીર્વાદથી છેવાડાના વિસ્તારમાં ફરી ગરીબ બાળકોને મિઠાઈ અને ફરસાણ સાથે અવનવા ફટાકડા આપી જન્મદિવસની ઉજવણી કરી હતી.