મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે બન્ને અધિકારીઓને સન્માનીત કરાયા મોરબી : રાજ્યકક્ષાના 'વિકાસ દિવસ' અંતર્ગત આરોગ્ય સુખાકારીનો કાર્યક્રમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલના અધ્યક્ષસ્થાને હિંમતનગર ખાતે યોજાયો હતો જેમાં કોરોના વેકસીનેશનની શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્યકક્ષાનો RCHO - કોરોના વોરિયર તથા વેક્સીનેટરનો એવોર્ડ મોરબીના ફાળે આવતા આરોગ્ય કર્મચારીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. મોરબી જિલ્લા પંચાયત ખાતે જિલ્લા આર.સી.એચ. અધિકારી તરીકે ફરજ બજાવતા ડો. વિપુલ કારોલીયાને જિલ્લા આર.સી.એચ. અધિકારી તરીકેની ઉત્તમ કામગીરી માટે રાજ્યકક્ષાનો RCHO - કોરોના વોરિયર એવોર્ડ તેમજ મોરબી જિલ્લાના ગોકુલનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે ફરજ બજાવતા પૂજાબેન જોગેરને કોવિડ વેકસીન આપનાર વેકસીનેટર તરીકેની ઉત્તમ કામગીરી માટે રાજ્યકક્ષાના કોવિડ વેકસીનેટર-કોરોના વોરિયર એવોર્ડ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. મોરબી જિલ્લાના ઉપરોક્ત બંને કોરોના વોરિયર્સને રાજ્યકક્ષાએ ઉચ્ચ સન્માન મળતા સમગ્ર મોરબી જિલ્લા માટે ગૌરવની વાત છે અને મોરબી આરોગ્ય વિભાગના તમામ ડોક્ટર્સ, અધિકારી અને કર્મચારીઓએ આ તકે હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..