મોરબી : મોરબીથી થાનગઢ સ્થિત જોગ આશ્રમ સુધીની પદયાત્રાનો આજરોજ સવારે પ્રારંભ થયો છે. જોગ આશ્રમના ગુરુભાઈ તથા ગુરુબહેનો દ્વારા આયોજિત પદ યાત્રા આજે તારીખ 11 જાન્યુઆરી ને રવિવારની સવારે મોરબીની રવાપર ચોકડી થી સવારે 6 વાગે ગુરુદેવના જયઘોષ સાથે શરૂ થઈ છે. તમામ પદયાત્રીઓ થાનગઢ જોગ આશ્રમ ખાતે ગુરુદેવના દર્શન કરવા જઈ રહ્યાં છે. આ પદયાત્રામાં મોટેરાઓની સાથે એક 6 વર્ષનું બાળક પણ જોડાયું છે. મોરબીથી નીકળેલી આ પદયાત્રા આજે રવિવારની રાત્રી રોકાણ રામદેવપીરના મંદિર બોકડથંભા ખાતે કરશે અને સોમવારે જોગ આશ્રમ થાનગઢ પહોંચશે.