સુખપર નજીક આજે વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં 6 ઈજાગ્રસ્ત હળવદ : આજે વહેલી સવારે કચ્છ-અમદાવાદ હાઈવે પર આવેલ સુખપર ગામ નજીક પુલ ઉપર એસટી બસ અને ટેમ્પો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર 6 લોકોને ઇજા પહોંચતા તેઓને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે સોમવારે વહેલી સવારે કચ્છ અમદાવાદ હાઈવે પર આવેલ હળવદ તાલુકાના સુખપર ગામ નજીક સુરત થી ભુજ જતી એસ.ટી.બસ જીજે 18ઝેડ 3221 ના ચાલકે આગળ જઈ રહેલ ટેમ્પોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં બસમાં સવાર કંડકટર સહિત છ મુસાફરોને ઇજાગ્રસ્ત થયા જેથી તેઓને સારવાર માટે શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બીજીતરફ અકસ્માતના પગલે હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી જઇ ટેમ્પો ચાલક દિલીપભાઈ ખીમજીભાઈ રબારીની ફરિયાદના આધારે એસટી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ઇજાગ્રસ્તોના નામ (૧)સપનાબેન મેહુલભાઈ રાવલ,રહે રતનપર,સુરેન્દ્રનગર (૨)અપેક્ષાબેન ઓઝા રહે.માંડલ (૩)મેહુલભાઈ કીરીટભાઈ રાવલ,રહે રતનપર-સુરેન્દ્રનગર (૪)આતાભાઈ રામભાઈ વાઘ રહે,ગાંધીધામ (5)સોહિલહુસેન સાબર હુશૈન શેખ રહે.મહેસાણા (6)ગૌરવભાઈ જયંતિભાઈ ભાસ્કર રહે.રાજકોટનો સમાવેશ થાય છે.