મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર લાયન્સનગરમાં રહેતા 45 વર્ષીય સજ્જને આર્થિક ભીંસમાં ઘરેથી ઈંડા લેવા જવાનું કહી લાપતા બનતા તેમના પુત્રએ ગુમસુધા નોંધ કરાવી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નવલખી રોડ ઉપર લાયન્સનગરમાં રહેતા કિશોરભાઇ કાનજીભાઇ પરમાર ઉવ.૪૫ ગત તા.11ના રોજ સાંજના સમયે ઘેરથી ઈંડા લેવા જાવ છું કહી ઘરે પરત ન ફરતા તેમના પુત્ર પરેશભાઇ કિશોરભાઇ પરમારે મોરબી સિટી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી આર્થિક સંકળામણને કારણે ચાલ્યા ગયા હોવાનું જાહેર કર્યું છે. લાપતા થનાર કિશોરભાઇ કાનજીભાઇ પરમારની ઉંચાઇ આશરે સાડા પાંચ જેટલી છે અને રંગ શ્યામ વર્ણા છે અને શરીરે કાળા કલરનૂ સ્વેટર અને નીચે કાળા કલરની સફારી પહેરેલ હોય જો કોઈ ને ઉપરોક્ત વર્ણન વાળા વ્યક્તિ જોવા મળે તો નજીકના પોલીસ મથકે જાણ કરવી.